ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને તેનો કાયદો ફક્ત કાગળ પર જ બિરાજમાન હોય તેવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં ઠેરઠેર પ્રવર્તી રહી છે.
તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અધધધ...વિદેશી અને દેશીની ખપત રહે છે તે સહુ કોઈ જાણે છે.આપણા ગુજરાતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર સરહદ પરથી દરરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. જેમાં તાપી જિલ્લાની અંતરરાજ્ય સરહદ ઉચ્છલ-સોનગઢ ચેકપોસ્ટ નેશનલ હાઇવે નંબર 53 પ્રાંતીય અને પરપ્રાંતીત બુટલેગરોમાં હોટ ફેવરેઈટ છે,
તાપી જિલ્લાના સોનગઢ પોલીસે માત્ર પાંચ જ માસમાં જપ્ત કરેલ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી જાન્યુઆરી 2020 થી 31 મે 2020 સુધીમાં તાલુકામાં માંથી જુદાજુદા સ્થળો એથી 13 ગુન્હામાં પકડાયેલા વિદેશીદારૂ 32745 બોટલ જેની કિંમત 32,46,500 જે સોનગઢ પોલીસ દ્વારા સંબંધિત અધિકારીઓની નિગરાની હેઠળ વ્યારાના બોરખડી ખાતે લઈ જઈ તેની ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ સમયે સોનગઢ વહીવટીતંત્ર,પ્રાંત અધિકારી-વ્યારા,નશાબંધી અને આબકારી ખાતું,પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
વ્યારાના બોરખડી નજીક દારૂના નાશ કરતા અહીથી પસાર થતા વાહનચાલકો અને પસાર થતા રાહદારીઓમાં અચરજ ફેલાઈ હતી. કેટલાક દારૂના શોખીનો તો લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા ને નાશ થતો નિહાળી આંખો પહોળી થઈ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500