આતંકવાદ સામેના જંગમાં દુનિયાને વધુ એક સફળતા મળી છે. રિપોર્ટ્સ છે કે અમેરિકા તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીનું મોત થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને આ જાણકારી આપી છે. ખાસ વાત એ છે કે,11 સપ્ટેમ્બર 2011માં ઓસામા બિન લાદેનને ઠાર કર્યા પછી આને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે 25 મિલિયન ડોલરનું ઇનામ હતું. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકોના મોત થયા હતા.રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.
સીએનએનના રિપોર્ટ પ્રમાણે જવાહિરીએ કાબુલમાં શરણ લીધી હતી. તે ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. આ હુમલા માટે અમેરિકાએ બે મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જવાહિરી એક સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. જ્યારે ડ્રોને તેના પર બે મિસાઇલ દાગી હતી. રિપોર્ટ પ્રમાણે ડ્રોન હુમલો શનિવારે રાત્રે 9.48 કલાકે કરવામાં આવ્યો હતો. સ્થળ પર પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત હતા પણ તેમને કોઇ નુકસાન પહોંચ્યું નથી. ફક્ત જવાહિરી માર્યો ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500