Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લાં કેટલાય સમયથી સતત નિષ્ફળ થઈ રહેલ અક્ષય કુમારે કોમેડી ફિલ્મ 'હાઉસફૂલ-5'ની ઘોષણા કરી

  • July 01, 2023 

અક્ષય કુમારે 'હાઉસફૂલ-5'ની ઘોષણા કરી છે. છેલ્લાં કેટલાય સમયથી સતત નિષ્ફળ થઈ રહેલા અક્ષયે વધુ એકવાર એક હિટ ફ્રેન્ચાઈઝીનો આશરો લીધો છે. અક્ષયે 'હાઉસફુલ-5'નું કલરફુલ પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળશે. 'હાઉસફૂલ'ની અગાઉની ફ્રેન્ચાઈઝી સાજિદ ખાન તથા ફરહાદ સામજી વારાફરતી ડિરેક્ટ કરી ચૂક્યા છે. જોકે, પાંચમાં ભાગ માટે ડાયરેક્ટર તરીકે તરુણ મનસુખાનીને પસંદ કરાયા છે. અક્ષયે લાંબા સમયથી કોમેડી જોનર છોડી એક્શન ફિલ્મો કરવા માંડી છે. પરંતુ હવે માત્ર એક્શનના ભરોસે બેસી રહેવાને બદલે તેણે તેની હિટ કોમેડી ફિલ્મોની ફ્રેન્ચાઈઝી પણ પસંદ કરવા માંડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application