Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અક્ષય કુમારની નવી જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર વિરોધનો સૂર,વિગત જાણો

  • September 13, 2022 

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ માર્ગ સુરક્ષા નિયમો પર નવી ચર્ચા શરૂ થઈ છે. સેલિબ્રિટીથી લઈને સરકાર સુધી પોતપોતાના સ્તરે લોકો રોડ સેફ્ટી નિયમો અંગે ચેતવણી આપી રહ્યા છે. આ અંગે અક્ષય કુમારની એક જાહેરાત પણ આવી છે,જેમાં તે કારમાં એરબેગ્સનું મહત્વ જણાવતો જોવા મળી રહ્યો છે. જોકે,સોશિયલ મીડિયા પર અભિનેતાની આ જાહેરાત સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.





આવો જાણીએ...જણાવી દઈએ કે સરકારે 6 એરબેગ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે અક્ષય કુમારની સાથે TVC એડ જારી કરી છે. અભિનેતાની આ જાહેરાત ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવી છે. એડમાં અક્ષય કુમાર ટ્રાફિક કોપના રોલમાં છે. તેમાં કન્યાની વિદાયનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. વિદાય સમયે દુલ્હન તેના પિતાએ ભેટમાં આપેલી કારમાં બેસીને રડી રહી છે. દીકરીને જોઈને પિતા પણ ભાવુક થઈ રહ્યા છે. ત્યારે અક્ષય કુમાર દુલ્હનના પિતા પાસે જાય છે અને કહે છે, 'તમે તમારી દીકરીને આવા વાહનમાં વિદાય કરશો તો તે રડશે.'પછી તે પિતાને કહે છે કે આ વાહનમાં 6 એરબેગ નથી એટલે દીકરી રડે નહીં તો હસશે. આ પછી પિતા તેને 6 એરબેગ્સવાળી કાર ગિફ્ટ કરે છે અને દીકરી હસવા લાગે છે. કારમાં 6 એરબેગ્સનું મહત્વ પણ જાહેરાતમાં ગ્રાફિકની મદદથી જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application