Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાગરાના અખોડ ગામે ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ ડાયરેકટરએ મુલાકાત લીધી

  • September 10, 2023 

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામે ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ ડાયરેકટર કરણજીત સિંઘે મુલાકાત લીધી હતી. ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ ડાયરેકટર એમઓ જે.એસ.કરણજીત સિંઘ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક, નિયામક વડોદરા, તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજય કક્ષાએ નાયબ ચીટનીશ જિલ્લા કક્ષાએ દીપક જે પટેલ જિલ્લા કો ઓડીનેટર સહિત સમગ્ર ટીમે તેમજ તાલુકા કક્ષાના કર્મચારી દ્વારા મુલાકાત કરવામાં આવેલ હતી. મુલાકાતમાં તેમણે સો ટકા શૌચમુક્ત ગામ બન્યું છે. તેની માહિતી મેળવી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત (સ્વચ્છતા સેન્ટર) સેગ્રીગેશન પ્લાન્ટ, ગ્રામ પંચાયત કચેરી અને પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી આ તેમણે સરપંચ ઉપરાંત ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતા અંગેના જરૂરી સૂચનો કર્યા હતા.



કરણજીત સિંઘ અખોડ ગામની મુલાકાતથી પ્રભાવિત થઈ સ્વચ્છતા બદલ ગ્રામજનોને અભિનંદન પણ આપ્યા હતા. ત્યારબાદ અતાપી સેવા ફાઉન્ડેશન હેઠળ સંચાલિત સ્વચ્છતા સેન્ટરમાં ચાલતા ઘનકચરા વ્યવસ્થાપન બાબતે થતાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનેલી એસેટ સામુહિક કમ્પોસ્ટ પીટ, પ્રવાહી કચરા નિકાલ વ્યવસ્થાપન અંતર્ગત સામુહિક શોક પીટ ની મુલાકાત કરી. સખી મંડળની બહેનો દ્વારા તેમજ ટેન ટેકનિક સંસ્થા મારફતે અતાપી સેવા સંસ્થાના સમર્થન થકી પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટ દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન ટ્રાયાઈલ માધ્યમથી કરે છે. તેમજ ગામમાં સફાઈ કામગીરી કરતી બહેનોનું સન્માન કરાયું હતું.​​​​​​​ ગરીમા પ્રોજેકટ અંતર્ગત ગામની બહનોને કેવીરીતે કાપડની બેગ કેવીરીતે બનાવાય જેવી કામગીરી વીઝિટ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application