દેશમાં એક દેશ- એક ચૂંટણીની ચર્ચાએ જોર પક્ડયું છે અને કેન્દ્ર સરકારે આ માટે એક કમિટીની રચના પણ કરી છે જેના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણુક કરી છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે આ સત્ર 18મી સપ્ટેમ્બરથી 22મી તારીખ સુધી યોજાશે. આ પાંચ દિવસ ચાલનાર વિશેષ સત્રમાં સરકાર એક દેશ -એક ચૂંટણી બિલ લાવી શકે છે ત્યારે હવે આને લઈને અખિલેશ યાદવે કટાક્ષ કર્યો છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક દેશ-એક ચૂંટણીને લઈને શરુ થયેલી કવાયતને લઈને એક કટાક્ષ કરતા કહ્યું હતું કે આ પ્રયોગ સૌથી પહેલા યૂપીમાં કરવો જોઈએ. સરકાર સૌથી વધુ લોકસભા અને વિધાનસભા સીંટો વાળા ઉત્તર પ્રદેશમાં એક સાથે ચૂંટણી કરીને જોઈ લે. આનાથી ચૂંટણી આયોગની ક્ષમતા અને જનમતનું પરિણામ સામે આવી જશે. આ સાથે જ ભાજપને પણ ખબર પડી જશે કે જનતાનો ભાજપ સામે આક્રોશ કેવો છે અને સત્તામાંથી બહાર ફેંકવા કેટલી ઉતાવળી છે.
આ પહેલા મુંબઈમાં થયેલી ગઠબંધનની બેઠકના બીજા દિવસે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું અલગ સ્ટેન્ડ સામે આવ્યુ હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે એક દેશ-એક ચૂંટણીનો મુદ્દો ગઠબંધનની INDIAની બેઠક પરથી ધ્યાન ભટકાવવા માટે લાવ્યા છે. જો આ લાગૂ કરવામાં આવે તો આમારાથી વધારો કોણ ખુશ થશે? આ મુદ્દે કેન્દ્રથી સવાલ કરતા અખિલેશે પુછ્યું હતું કે ક્યા યૂપીમાં આવું કરવામાં આવશે?
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500