Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અકાસા એરલાઈન્સ કંપનીનાં 43 પાઈલટોએ રાજીનામું આપી દીધું, પાઈલટોનાં રાજીનામાં આપવાથી કંપની સંકટમાં મૂકાઈ

  • September 20, 2023 

દિવંગત રોકાણકારો અને શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh JhunJhunwala)ના રોકાણ હેઠળની એરલાઈન્સ અકાસા એરલાઈન્સ (Akasa Airlines) ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે. ખાનગી સેક્ટરની આ એરલાઈન્સ કંપનીના 43 પાઈલટોએ અચાનક રાજીનામું આપી દીધું છે અને તેની જાણકારી ખુદ એરલાઈન્સે દિલ્હી હાઈકોર્ટને આપી હતી. આ પાઈલટોનાં રાજીનાનાં આપવાથી કંપની સંકટમાં મૂકાઈ છે અને તે બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે. અકાસા એરલાઈન્સનો પક્ષ રજૂ કરતાં વકીલે દલીલ કરી હતી કે, જે પાઈલટ અચાનક કંપનીમાંથી રાજીનામુ આપીને જતા રહ્યા છે.



તેમાંથી કોઈ ફર્સ્ટ ઓફિસર કે પછી કેપ્ટને નોટિસ પીરિયડનું પાલન પણ નથી કર્યું. આ પદો માટે ક્રમશ: 6 મહિનાથી લઈને એક વર્ષનું નોટિસ પીરિયડ હોય છે. પાઈલટના અચાનક જતા રહેવાથી એરલાઈન્સે સપ્ટેમ્બરમાં દરરોજ 24 ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને તેના લીધે કંપનીને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. એરલાઈન્સ કંપની વતી જણાવાયું કે, ઓગસ્ટમાં અમે આશરે 600 ફ્લાઈટ્સ રદ કરી હતી અને જો આ જ રીતે પાઈલટ એરલાઈન્સ છોડીને જતા રહેશે તો સપ્ટેમ્બરમાં પણ 600 થી 700 ફ્લાઈટ્સ રદ કરવી પડી શકે છે.



ઉલ્લેખનીય છે કે, અકાસા એર જુદા જુદા એર રુટ્સ પર દરરોજ 120 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એરલાઈન્સે કોર્ટ સમક્ષ એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ને ફરજિયાત નોટિસ પીરિયડના નિયમોને લાગુ કરવાનો અધિકાર આપવાનો આગ્રહ કર્યો છે. જ્યારે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અકાસા એરથી નીકળેલા આ પાઈલટ રાઈવલ એરલાઈન્સમાં જોડાઈ ગયા છે અને એટલા માટે ઉતાવળે નોટિસ પીરિયડ પૂરું કર્યા વિના જ જતા રહ્યા છે. એરલાઈન્સના અધિકારીઓએ તેને ચિંતાજનક અને અનૈતિક ગણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application