સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાતી કવી વિનોદ જોશીને કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવશ. રાજધાની દિલ્હીમાં પુરસ્કારની જાહેરાત કરતા અકાદમીના સચિવ ડૉ.કે.શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે, આ પુરસ્કાર તમામ 24 માન્ય ભારતીય ભાષાઓમાં આપવામાં આવશે, જેમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ છે સાથે જ તેમણે જણાવ્યું કે, આ પુરસ્કાર 12 માર્ચ 2024એ સાહિત્ય અકાદમીના 70 વર્ષ પુરા થવા પર આપવામાં આવશે.
જયારે ગતરોજ જાહેર કરાયેલા પુરસ્કારોમાં હિન્દીના સંજીવને નવલકથા 'મુઝે પહેંચાનો', અંગ્રેજીના નીલમ શરણ ગૌરને નવલકથા 'રીક્વીમ ઈન રાગા જાનકી', ઉર્દૂમાં સાદિક નવાબ શહરને 'રાજદેવ કી અમરાઈ' માટે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત આસામી, બંગાળી, ડોગરી, કન્નડ, મરાઠી અને મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સાહિત્ય અકાદમીએ નવલકથા ઉપરાંત કવિતા માટે વિજય વર્મા (ડોગરી), વિનોદ જોષી (ગુજરાતી), મંશૂર બનિહાલી (કાશ્મીરી), સોરોકાઈબામ ગંભીર (મણિપુરી), આશુતોષ પરિદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજેસિંગ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કાર) અસુદાની (સિંધી) પુરસ્કાર આપવામાં આવશે. સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજાયેલા લેખકોને કોતરેલી તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા નવા ચૂંટાયેલા અકાદમીના પ્રમુખ માધવ કૌશિક દ્વારા કરવામાં આવી હતી અને સમાપન વક્તવ્ય નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કુમુદ શર્માએ આપ્યું કર્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ અંગ્રેજી લેખક અને વિદ્વાન ઉપમન્યુ ચેટર્જી હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500