આગામી વર્ષના જાન્યુઆરી મહિનાની 22મી તારીખે અયોધ્યામાં ઈતિહાસ રચાશે, આ દિવસે રામ લાલાની મૂર્તિની નવ નિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા મોટા પ્રમાણમાં લોકો અયોધ્યા પહોંચશે. આ દરમિયન અમદાવાદ થી અયોધ્યાના હવાઈ ભાડામાં વધારો થયો છે, વન-વે ટ્રિપનો ભાવ બે થી પાંચ ગણો વધી ગયો છે. ઈન્ડિગો એરલાઈન્સે શરૂઆતમાં 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા સુધીની અઠવાડિયાની ત્રણ સીધી ફ્લાઈટ માટે રૂ.4,000 ની નીચેનું ભાડું નક્કી કર્યું હતું.
હાલ વન વે ટ્રીપનો ભાવ રૂ.9,000 થી રૂ.20,000 સુધીની છે. ભાવમાં આ ઉછાળો અમદાવાદીઓ અને ગુજરાતીઓનો રામ લલ્લાના દર્શન માટેનો ઉત્સાહ દર્શાવે છે.ઉત્તર પ્રદેશ (યુપી)માં ટ્રાવેલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં હોટેલ રૂમની માંગમાં વધારો નોંધાયો છે.અયોધ્યા વારાણસીથી આશરે 220 કિમી અને પ્રયાગરાજથી 170 કિમી દૂર સ્થિત છે. ટ્રાવેલ ઓપરેટરના જણાવ્યા મુજબ, જ્યારે વારાણસીમાં લગભગ 4000 હોટેલ રૂમ છે છે, અયોધ્યામાં લગભગ 1000 હોટેલ રૂમ્સ જ છે. અમે અયોધ્યાથી લગભગ 155 કિમી દૂર લખનઉમાં રહેવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500