Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વનું સૌથી વિશાળકાય વિમાન એરબસ બેલુગાએ પ્રથમવાર મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યુ

  • November 24, 2022 

વિશ્વમાં સૌથી વિશાળકાય વિમાન એરબસ બેલુગાએ પ્રથમવાર મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતું. હસતી વ્હેલનાં આકારવાળુ આ વિમાન જોવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. વ્હેલ આકારનું આ વિમાન દુનિયાનાં સૌથી વિશાળ વિમાનો માનું એક છે. આ કાર્ગો વિમાનનો ઉપયોગ લકઝરી સામાનોની હેરફેર માટે થાય છે. વિમાનના વિશિષ્ટ આકાર અને રંગનાં કારને લોકો અચરજથી જોયા કરે છે અને ફોટા પાડવા લાગે છે.



આ કાર્ગો પ્લેન એક વારમાં 47,000 કિલો વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. એરબસ બેલુગા 56 મીટર લાંબુ અને 45 મીટર પહોળું છે. એર બસ બેલુગાનું નિર્માણ ફ્રાંસની એક કંપનીએ કર્યુ છે. એરબેસ બેલુગાને એ300-608 એસ ટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. એરબસની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર જુદા જુદા આકારની અને વજન ધરાવતી વસ્તુઓના પરિવહન માટે વ્હેલ આકારના સુપર ટ્રાન્સપોર્ટરને 1995માં પ્રથમ વાર લોંચ કરવામાં આવ્યું હતું.




જોકે શરૂઆતમાં કંપનીની પોતાની ઔધોગિક એરલિફટની જરુરીયાતો માટે વિમાન કામ કરતું હતું. હાલમાં બેલુગા એકસએલની સુધારેલી છધી પેઢી કાર્યરત છે. આ વિમાન નેવી અને સ્પેસ સહિત વિવિધ સ્થળોએ વિશાળ કાર્ગો પરિવહનનો વિકલ્પ આપે છે. ગત રવીવારે ઈધણ ભરાવવા અને ચાલક સભ્યોના આરામ માટે  અમદાવાદથી કોલકતાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યુ હતું, જયારે મુંબઇમાં પ્રથમ વાર જ 23 નવેમ્બરે પ્રથમ વાર જ એરબસ બેલુગાનું આગમન થયું હતું. જોકે સમાચાર એજન્સી પીટીઆઇનાં જણાવ્યા અનુસાર દુનિયામાં સામાન (લેગેજ)ની હેરફેર માટે અત્યંત દુલર્ભ માનવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application