Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમા હવાની ગુણવત્તા નબળી જોવા મળી, ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર

  • October 13, 2023 

દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો દિલ્હીના AQI વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા પછી સિઝનનો આ ત્રીજો દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જોવા મળી રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 300થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે AQI 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી. મોસમમાં બદલાવ વચ્ચે દિવસ દરમિયાન પણ ગરમી યથાવત રહેવા છતાં પાટનગરમાં સવાર-સાંજનું વાતાવરણ આહલાદક બનવા લાગ્યું છે. જેમાં ગતરોજ દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application