Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીરમાં આતંકવાદ કરતાં પણ વધુ મોત વાયુ પ્રદૂષણથી થાય છે, દર વર્ષે 10 હજાર લોકો જીવ ગુમાવી રહ્યા છે

  • December 15, 2022 

જમ્મુ-કાશ્મીરમાં પ્રદૂષણ ત્રાસવાદ કરતાં પણ ખતરનાક સ્વરૂપમાં છે. આ વર્ષે ત્રાસવાદના કારણે 242 લોકોનાં મોત થયાં છે જ્યારે પ્રદૂષણના લીધે 10 હજાર લોકોનાં આ દાવો કાશ્મીરની સૌથી મોટી હોસ્પિટલ શેર એ કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાના નિર્દેશક ડો. પરવેઝ કરાયો છે. તેમણે કહ્યું કે પાર્ટિફુલેટ મેટર (પીએમ) 2.5 દર વર્ષે થતાં મોત માટે કારણરૂપ છે. ઠંડીમાં કાશ્મીરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ખરાબ થઇ જાય છે.


શ્રીનગરમાં એ ક્વોલિટી ઇન્ડેક્સ ગ૨મીની સિઝનમાં 60ની નજીક હોય છે પરંતુ આ વર્ષે તે નવેમ્બરથી 150થી ઉપર પહોંચી જતા તેની નિષ્ણાતોમાં ચર્ચા છે. જો અહીં બે સપ્તાહ સુધી વરસાદ અથવા તો હિમવર્ષા ન થઇ હોત તો હવામાં શ્વાસ લેવાની બાબત રોજના 40 સિગારેટ પીવાના બરોબર થઇ હોત.


વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ 2019માં શ્રીનગરને દુનિયાનાં 10મા સૌથી પ્રદૂષિત શહેર તરીકે જાહેર કર્યું હતું. ડબ્લ્યુએચઓ દ્વારા આ સરવે 108 દેશોનાં 4,300 શહેરોને આવરી લઇને કર્યા બાદ તેના તારણ આપ્યાં હતાં.


અલબત્ત કેન્દ્ર સરકારે આ દાવાના કેટલાક મુદ્દાઓને ફગાવી દીધા હતા. ડો. કોલે કહ્યું હતું કે શ્રીનગરમાં ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરના તબીબોના સંગઠનના કહેવા મુજબ દેશમાં ફેફસાંના કેન્સરના સૌથી વધુ કેસ શ્રીનગરમાં સામે આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News