Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી-NCRની હવા પ્રદુષિત : બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રહેવા ડોક્ટરની સલાહ

  • November 04, 2022 

દિલ્હી-NCRની હવા હાલ ખુબ જ પ્રદુષિત થઈ ગઈ છે જોકે દિલ્હીની હવા એટલી પ્રદુષિત થઇ ગઈ છે કે, લોકોને શ્વાસ લેવો પણ અઘરો સાબિત થઇ રહ્યો છે જયારે દિવાળીથી જ દિલ્હીની હવામાં ખૂબ ધુમ્મસ જોવા મળી રહી છે. દિલ્હી અને તેના આસપાસનાં વિસ્તારોમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે, લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. ત્યારે બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં લઈને ડોકટરોએ લોકોને તેમજ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. હવાને ઝેર બનાવવામાં સૌથી મોટું બિલન પરલી દેખાઈ રહી છે.




જોકે આજે દેશની રાજધાનીની હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આજે દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સ 346 પર પહોંચી ગઈ છે અને બીજી તરફ, નોઈડાની હવાની ગુણવત્તા 393 અને ગુરુગ્રામની 318 નોંધવામાં આવી છે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના વિશ્લેષણ મુજબ 1 નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે પરલી સળગાવવાની ઘટના ટોચ પર હોય છે અને એ સમયે દિલ્હીમાં લોકો સૌથી ખરાબ હવામાં શ્વાસ લે છે અને આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ઝેર સાથે જીવવા મજબુર બન્યા છે હવે જોવાનું એ રહ્યું કે ક્યાં સુધી લોકોને ઝેરી હવામાં શ્વાસ લેવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application