ઉદ્યોગ જગત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયાએ અબજો ડોલરની ઐતિહાસિક સમજૂતી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયો એરબસ અને બોઇંગની અબજો ડોલરના 500 જેટ વિમાન ખરીદવાની ઐતિહાસિક સમજૂતી ટૂંક સમયમાં કરશે. એર ઇન્ડિયા આ સમજૂતીની ખૂબ જ નજીક પહોંચી ગઇ છે. ટાટા જૂથની આ એક મહત્ત્વકાંક્ષી સમજૂતી છે. ટાટા જૂથ એર ઇન્ડિયાનું નવીનિકરણ કરવા માગે છે અને તેના ભાગરૂપે જ આ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં 400થી વધુ નેરો બોડી જેટ અને 100થી વધુ વાઇડ-બોડીનાં વિમાનની ખરીદી કરવામાં આવશે.
જેમાં એરબસ અએ-350 અને બોઇંગ 787 અને 777 સામેલ છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં આ સમજૂતીને અંતિમ સ્વરૃપ આપવામાં આવશે. આ સમજૂતી અંગે એરબસ અને બોઇંગે આ સમજૂતી અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ આ સમજૂતીના સંબધમાં ટાટા જૂથે પણ તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમજૂતી 100 અબજ ડોલરથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને કોઇ પણ એરલસાઇન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો ગણાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application