ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા નવા વિમાન ખરીદવા બોઇંગ અને એરબસ સાથે મંત્રણા કરી રહી છે. એર લાઇન્સનાં ચીફ એક્ઝિક્યુટીવનાં જણાવ્યા અનુસાર, એરલાઇન્સ હાલમાં પોતાની જરૂરિયાત વિમાન ભાડે લઇને અને વિમાન રિપેરિંગ કરાવીને પૂર્ણ કરી રહી છે. ટાટા ગ્રુપે જાન્યુઆરીમાં એર ઇન્ડિયાની ખરીદી પૂર્ણ કરી હતી. એરલાઇન્સનાં ચીફ એક્ઝિક્યુટીવ કેમ્પબેલ વિલસને મુંબઇમાં ટાટાનાં કોર્પોરેટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અમે બોઇંગ, એરબસ અને એન્જિન મેન્યુફેકચર્સ સાથે ઉંડી ચર્ચા કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે નવી ટેકનોલોજીવાળા વિમાનોનો ઐતિહૌસિક ઓર્ડર આપવા માગીએ છીએ. અમારી યોજના ડોમેસ્ટિરક અને ઇન્ટરનેશનલ રૃટ પર આગામી પાંચ વર્ષમાં અમારી એરલાઇન્સનો બજાર હિસ્સો વધારી 30 ટકા સુધી લઇ જવાનો છે. હાલમાં એર ઇન્ડિયાનો હિસ્સો ડોમેસ્ટિક બજારમાં 10 ટકા અને આંતરરાષ્ટ્રીય બજારમાં 12 ટકા છે.
એર ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, તે 30 બોઇંગ અને એરબસ વિમાન લીઝ પર લેશે. માર્કેટ શેર વધારવા અને સર્વિસનું સ્તર સુધારવા માટે એર ઇન્ડિયા પોતાના વિમાનના કાફલામાં 25 ટકાનો વધારો કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયા એરબસ અને બોઇંગને કુલ 50 અબજ ડોલરનો ઓર્ડર આપે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500