Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટાટા ગ્રૂપની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ બેંગકોક એરવેઝ સાથે ઈન્ટરલાઈન ભાગીદારી કરી

  • September 08, 2023 

ટાટા ગ્રૂપની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ બેંગકોક એરવેઝ સાથે ઈન્ટરલાઈન ભાગીદારી કરી છે આ ભાગીદારીથી એર ઈન્ડિયાના ગ્રાહકોને થાઈલેન્ડની રાજધાનીથી દક્ષિણ પૂર્વ એશિયાના 10 ગંતવ્ય સ્થળોએ સીમલેસ કનેક્ટિવિટીની સુવિધા મળશે. એર ઈન્ડિયા અને બેંગકોક એરવેઝે એક વિશેષ સમજુતી કરાર પણ કર્યો છે. સમજુતી બાદ બંને કંપનીઓને એકબીજાના નેટવર્કને આવરી લેતા રૂટ પર 'ભાડા મારફતે' ફાઈલ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ સુવિધા હેઠળ એક મુસાફરને તેના પ્રવાસ કાર્યક્રમના તમામ ગંતવ્ય સ્થળોને કવર કરનાર એક ટિકિટ માટે એક જ વખત ચુકવણી કરવાની રહેશે.



આ ભાગીદારી એર ઈન્ડિયાના મુસાફરોને એરલાઈનના બેંગકોક, હોંગકોંગ અને સિંગાપોર ગેટવે દ્વારા બેંગકોક એરવેઝના રૂટ નેટવર્ક પર થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયામાં 10 સ્થળોએ સુવિધાજનક કનેક્શન મેળવવામાં સક્ષમ બનાવે છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, આ ભાગીદારીથી મુસાફરોને એક જ ટિકિટ પર તમામ ટ્રાવેલ ઝોન માટે પ્રસ્થાનના પ્રથમ પડાવ પર બોર્ડિંગ પાસ મેળવવા અને તેમના અંતિમ ગંતવ્ય સ્થાન પર તેમનો સામાન ચેક-ઈન કરવામાં પણ રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application