Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એરફોર્સે તેજસ LCA Mk1A જેટ ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો, આ જેટ 67,000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે

  • November 28, 2023 

તારીખ 25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફોર્સ 97 સ્વદેશી ફાઈટર જેટ તેજસ ખરીદવાની યોજના બનાવી રહી છે. એરફોર્સે તેજસ LCA Mk1A જેટ ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ જેટ 7 અબજ ડોલર એટલે કે 67,000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. જોકે સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ મંજૂરી મળવાની બાકી છે. રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) સંરક્ષણ સોદા અંગે અંતિમ નિર્ણય લે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેના અધ્યક્ષ છે. તારીખ 30મી નવેમ્બરે DACની બેઠક યોજાવાની છે, જેમાં તેજસ ખરીદવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. પહેલાથી જ ભારતીય વાયુસેના દ્વારા તેજસ Mk1 જેટના બે સ્ક્વોડ્રનનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પ્રારંભિક અને અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ વેરિઅન્ટમાં 20 સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે.



વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની મંજૂરી બાદ, 83 LCA MK1A વેરિઅન્ટ્સ માટે યુએસ $6 બિલિયનનો ઓર્ડર ફેબ્રુઆરી 2021માં HAL સાથે મૂકવામાં આવ્યો હતો, જેની ડિલિવરી 2024 સુધીમાં થશે. આનો ઉપયોગ 1960ના દાયકાના સોવિયેત યુગના મિગ-21ને બદલવા માટે કરવામાં આવશે. 83 તેજસ ખરીદવા માટે રૂ. 46,898 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને હવે એરફોર્સ વધુ 97 તેજસ જેટ એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી રહી છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો 180 તેજસ જેટનો સમાવેશ થશે. 83-જેટ ઓર્ડરમાં LCA Mk1Aના સાત ટ્રેનર વેરિઅન્ટનો પણ સમાવેશ થાય છે. આ રીતે, તેજસ એરક્રાફ્ટનો આ સેટ ભારતીય વાયુસેનાના ઓછામાં ઓછા ચાર ફાઇટર સ્ક્વોડ્રનને સજ્જ કરવા માટે પૂરતો હશે. જો 97 તેજસ જેટ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવે તો આ વધારાના તેજસ એરક્રાફ્ટ અન્ય પાંચ ફાઈટર સ્ક્વોડ્રન માટે પૂરતા હશે.



આમ, તેજસ આગામી વર્ષોમાં ભારતીય વાયુસેનાની લડાયક શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે, જેમાં 42 મંજૂર ફાઇટર સ્ક્વોડ્રનમાંથી ઓછામાં ઓછા દસ સ્વદેશી ફાઇટર જેટનું સંચાલન કરશે. આર્જેન્ટિના, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ઇજિપ્ત જેવા દેશોને તેજસ જેટ ખરીદવામાં રસ છે જે બાબતે HAL તેજસના નિકાસની શક્યતાઓ શોધી રહી છે. તેજસની વિશેષતાઓથી તે દેશ ખૂબ પ્રભાવિત છે, પરતું હજુ સુધી કોઈ દેશ તરફથી કોઈપણ પ્રકારની ડીલ ફાઈનલ થઇ નથી. આર્જેન્ટિનાના સંરક્ષણ પ્રધાન જોર્જ ટેનાએ HAL ખાતે તેજસ જેટની વિશેષતાઓની સમીક્ષા કરી હતી. જોકે એવા અહેવાલો છે કે, આર્જેન્ટિના સાઉથ અમેરિકાના F-16થી વધુ પ્રભાવિત છે અને તેના માટે સોદો પણ કરી શકે છે. નાઈજીરીયાએ પણ તેજસમાં રસ દેખાડ્યો છે. તાજેતરમાં HALના એન્જિનિયરો પણ 12 તેજસ જેટના સોદા માટે ફિલિપાઈન્સના મનીલા ગયા હતા. જો કે, ફિલિપાઈન્સ તેના FA-50 ફાઈટર જેટ અંગે સાઉથ કોરિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે, તેથી તેજસ ડીલ અંગે શંકા છે.



આ દેશો સાથે ડીલ રોકવા પાછળનું કારણ ગમે તે હોય, પરંતુ આ તમામ દેશો તેજસથી ખૂબ જ પ્રભાવિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાએ પણ તેજસમાં રસ દાખવ્યો છે. એલ્યુમિનિયમ, લિથિયમ એલોય, કાર્બન ફાઇબર કમ્પોઝીટ અને ટાઇટેનિયમ એલોય સ્ટીલની બોડી ધરાવે છે, તેજસ હળવા વજનના ફાઇટર એરક્રાફ્ટ છે, તેનું વજન 6560 કિલો છે અને તે 1.6 Machની ઝડપે ઉડે છે, લેન્ડિંગ અને ટેક ઓફ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે, તેમાં સ્થાપિત રડારને કારણે તે હવાથી હવામાં અને હવાથી જમીન પરના હુમલામાં અસરકારક છે, તે તમામ પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે અને તેના 50 ટકા સ્પેરપાર્ટસ ભારતમાં જ બનાવવામાં આવે છે. વર્ષ 1983માં જ તેજસને એરફોર્સમાં સામેલ કરવાની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. તેને બનાવવા પાછળ બે ઉદેશ્ય હતા. જેમાં એક તો રશિયન ફાઈટર જેટ મિગ-21ના વિકલ્પ તરીકે નવું ફાઈટર જેટ બનાવવાનો અને બીજો લાઇટ ફાઈટર જેટ બનાવવાનો હતો. જાન્યુઆરી 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન તેજસે તેની પ્રથમ ઉડાન ભરી હતી. અટલ બિહારી વાજપેય દ્વારા જ LCAનું નામ તેજસ રાખતા તેમણે કહ્યું હતું કે તેજસ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application