Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટી.બી.નાં બે દર્દીઓને દત્તક લઈ કીટ અર્પણ કરતો આહવાનો દેવમ શેલાર

  • August 12, 2023 

ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ તેમની સારવાર દરમિયાન તેમને પૌષ્ટિક અને પૂરક આહાર પૂરો પાડી શકાય તે માટે, જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ સંવેદના સાથે આવા દર્દીઓને દત્તક લેવાની ગત દિવસો દરમિયાન અપીલ કરી હતી. માનવતાના આ ઉમદા કાર્યમાં સ્વયં જિલ્લા કલેકટર મહેશ પટેલે પહેલ કરી, કેટલાક દર્દીઓને દત્તક લીધા હતા. જેમને પગલે જિલ્લા અધિકારીઓ, પદાધિકારીઓએ પણ આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ પરંપરાને આગળ ધપાવતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રને, પ્રથમ બાળમિત્રના રૂપે એક ધોરણ-૪માં અભ્યાસ કરતો આહવાની ગીતાંજલી વિદ્યાલયનો બાળક મળવા પામ્યો છે. જેણે 'નિક્ષય બાળ મિત્ર' બની, બે દર્દીઓને દત્તક લઈ, કીટ પણ અર્પણ કરી હતી.



આહવા તાલુકાના ગલકુંડ અને વાંકી ગામે સારવાર લેતા ૨ ટી.બી.ના દર્દીઓને દતક લેનાર આઠ વર્ષિય દેવમ નવનાથ શેલારની, નિક્ષય મિત્ર તરીકેની નોંધણી કરતા જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડો.ગરવિના ગામીતે આ બાળકના પિતાને 'નિક્ષય બાળ મિત્ર' બની, કરવાના થતા સેવાકાર્ય બાબતની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપી, દર માસે (કુલ ૬ માસ સુધી) ટી.બી.ના દર્દીને, પોષણક્ષમ આહારની કિટ પુરી પાડવા બાબતે વિસ્તૃત સમજ આપી આ બાળમિત્રનું રજીસ્ટ્રેશન કર્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ભાર્ગવ દવે એ, ડાંગ જિલ્લામાં આવા બાળમિત્રો પણ નિક્ષય મિત્ર બની, ટી.બી.ના દર્દીઓને દતક લઇ સેવાકાર્ય કરી શકે છે તેવી અપીલ સાથે, 'દેવમ' અને તેના પરિવારની ભાવનાને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application