તાજેતરમાં સુરત ખાતે રમાયેલી સેકન્ડ ઓપન ગુજરાત તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપમાં આહવાની ધી
માર્શલ આર્ટ એકેડમીના સ્ટુડન્ટસ ઝળકયા છે. આ સ્પર્ધામાં આખા ગુજરાત રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ, અલગ અલગ કેટેગરીમાં તાઈકવૉન્ડોની ફાઈટ કરી હતી. આ રમત સ્પર્ધામાં ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના વિદ્યાર્થીઓમાંથી અન્ડર ૪૦ કેટેગરીમાં અનન્યા જોશીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર ૪૧ કેટેગરીમાં મિતેશ પરદેશીએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત ઓપન કેટેગરીમાં રાહુલ સિંધે ભાગ લીધો હતો. ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના સંચાલક એવા શ્રી પૃથ્વી ભોએ એ પણ આ રમતમાં સિનિયર કેટેગરીમાં ભાગ લઈ, સિલ્વર મેડલ મેળવી, આ તમામ રમતવીરોએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application