Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગનાં આહવા અને વઘઈ તાલુકાની ૬૦ મહિલા પશુપાલકોએ મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી

  • September 14, 2024 

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીખલી ગામની ૩૦ અને વઘઈ તાલુકાના નગડચોંડ ગામની ૩૦ મળી કુલ ૬૦ મહિલા પશુપાલકોએ આગાખાન સંસ્થા (AKRSPI)ના નેતૃત્વ હેઠળ તા.૧૧મી અને ૧૨મીએ સુરતના મહુવાના સણવલ્લા સ્થિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મહિલા પશુપાલકોને દેશી ગાયનું મહત્વ અને તેની માવજત વિષય પર હર્ષ ભરતભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. દેશી ગાયનું ખેતીમાં મહત્વ, ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી, કૃષિ પાકનું મૂલ્યવર્ધન અંગે જિજ્ઞાશુંભાઈએ સમજ આપી હતી. સૌ મહિલાઓને ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના કેમ્પસની ફિલ્ડ વિઝિટ પણ કરાવાઈ હતી. મહિલાઓએ પ્રાકૃતિક કૃષિનું સાર્થક મહત્વ સમજી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવશે એવો સામૂહિક સૂર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News