વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત એસ.ટી ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે, વલસાડ JCI તેમજ ડાંગ પોલીસ વિભાગના સહયોગથી સાઇબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા સાઇબર ક્રાઇમની મદદ વડે થતા ફ્રોડ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓને સાઇબર ક્રાઈમ અંગે જાગૃત રહેવા જણાવાયુ હતુ.આહવા પોલીસ વિભાગના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.પી.બાલીયા દ્વારા સાઇબર ક્રાઇમના બેંન્કીગ ફ્રોડ, તેમજ સાઇબર ક્રાઇમ અંગે થતી કાનુની કાર્યવાહી અંગે સમજણ પુરી પાડવામાં આવી હતી. જો કોઇ પણ વ્યક્તિ સાથે સાઇબર ફ્રોડ થાય તો તાત્કાલિક પોલીસને તે અંગેની જાણ કરવા અંગે પણ જણાવવામા આવ્યુ હતુ.રીડર પી.એસ.આઇ. શ્રી કે.કે.ચૌધરી દ્વારા વિડીયો ફોન કોલીગથી થતા સાઇબર ક્રાઇમના ફ્રોડ અંગેની સમજ આપી, આ ફ્રોડથી બચવા માટે જણાવાયું હતુ.
વલસાડ JCI વિભાગની ટીમ જેમા પ્રમુખ શ્રી સાહીલ દેસાઇ તેમજ ખજાનચી પ્રહલાદભાઇ દેસાઇ, અને કોમ્યુનિટી ડીરેક્ટર શ્રી આદિત્યભાઇ ચાંપાનેરી દ્વારા સાઇબર ક્રાઇમ અંગે વિસ્તૃત માહિતી આપી, સાથે સાઇબર ક્રાઇમથી બચવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.ટેક્નોલોજીના આ યુગમા આપણા ફોનની એપ્લીકેશનમા પાસવર્ડ સિક્યોરીટી, લોકેશન ડિટેલ્સ વગેરેમા સાવચેતી રાખવા પણ જણાવાયું હતુ. સાથે જ એ.ટી.એમ પીન સમયાંતરે બદલતા રહેવા માટે સુચન કરાયું હતુ.
આહવા એસ.ટી. ડેપોના મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર દ્વારા, સાઇબર ક્રાઇમથી થતા ફ્રોડથી સાવચેતી રાખવા માટે જણાવાયુ હતુ. સાથે જ ભવિષ્યમા પી.એસ.ઓ ટીકીટ મશીનમા ફ્રોડની શક્યતાઓથી કર્મચારીઓ સાવચેત રહે તે જરૂરી છે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.આહવા એસ.ટી ડેપો ખાતે આયોજિત સાઇબર ક્રાઇમ અવરનેશ કાર્યક્રમમા એસ.ટી વિભાગના આશરે 80 થી વઘુ લોકોએ ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500