'કોરોના' સંક્રમિત દર્દીઓની સારવાર માટે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ગ્રાન્ટમાંથી પણ રૂપિયા ૬૫ લાખ ફાળવાશે. ડાંગના પ્રજાજનોને કોરોનાની બહેતર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા પી.એમ.કેર્સ ફંડમાંથી આહવા સ્થિત સિવિલ હોસ્પિટલમા નવા ઓક્સિજન પ્લાન્ટ માટેની કામગીરી ચાલી રહી છે. જે ટૂંક સમયમા પૂર્ણ થશે.
જેમા વધુ સુવિધા અને સગવડ ઉપલબ્ધ કરાવતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે તેમની ગ્રાંટમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા ૩૦ લાખ, અને ૬ ટન ઓક્સિજનની સ્ટોરેજ ટેન્ક માટે રૂપિયા ૩૫ લાખ મળી કુલ રૂપિયા ૬૫ લાખ ફાળવવામા આવ્યા છે. આ અંગેનો ભલામણ પત્ર ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગના જિલ્લા આયોજન અધિકારીને પાઠવી દીધો છે.
જિલ્લા આયોજન અધિકારીનો વધારાનો હવાલો ધરાવતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 'કોવિડ-૧૯' ની સારવાર માટે જરૂરી સાધન સુવિધાઓ અર્થે જરૂર પડ્યે વધુ રાશિ ફાળવવા માટે પણ ધારાસભ્યશ્રી સહમતી દર્શાવી છે તેમ જણાવી, તે અંગેનુ સુચારુ આયોજન કરીને આ કામગીરી પણ હાથ ધરાશે, તેમ તેમણે ઉમેર્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500