બીબીસીએ તાજેતરમાં "ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન" નામની એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. આ ડોક્યુમેન્ટ્રીને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. આ ડોક્યુમેન્ટ્રીનો ભારતથી લઈને વિદેશ સુધી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મુદ્દો ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા બીબીસી ડોક્યુમેન્ટ્રીને વખડતો સંકલ્પ લાવવાનો નિર્ણય કરાયો છે. માહિતી મુજબ, રાજ્ય સરકાર વિધાનસભામાં આ ડોક્યુમેન્ટ્રીને વખોડતો બિન સરકારી સંકલ્પ આવશે. ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા આ સંકલ્પ લવાશે. ડોક્યુમેન્ટરીમાં ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીના કારણે વિશ્વભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ ડોક્યુમેન્ટ્રી 2002ના ગુજરાત તોફાનો, ગોધરાકાંડ અને બાદની ઘટનાઓ પર બનાવવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્રી રજૂ થયા બાદથી જ ભારત સહિત અન્ય દેશોમાં તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ આ ડોક્યુમેન્ટ્રીના વિરોધમાં ગૃહમાં બિન સરકારી સંકલ્પ રજૂ કરશે અને કડક કાર્યવાહ કરવા માટે માગ કરશે.
ગુજરાતને બદનામ કરવાનો આરોપ
બીબીસી ડોક્યુમેન્ટ્રીનો વિવાદ હવે ગુજરાત વિધાનસભા સુધી પહોંચી ગયો છે. આ ડોક્યુમેન્ટ્રી પર રાજ્યની તત્કાલીન મોદી સરકારને દોષિત ઠેરવવાનો અને ગુજરાતને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, તાજેતરમાં બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, દેશભરમાં બીબીસીની લગભગ 20થી વધુ જગ્યાએ વિભાગની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500