Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું

  • June 24, 2024 

છેલ્લાં એક દોઢ મહિનાથી એરપોર્ટ, મોલ, સ્કૂલ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં વડોદરાના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યા ઈમેઈલના પગલે સુરક્ષાતંત્ર દોડતું થયું છે. અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં વડોદરા સહિત દેશના 15 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યા હતા.


જોકે, એકેય એરપોર્ટ પર કશું વાંધાજનક મળ્યું નહોતું. આ ઘટનાના છ દિવસ બાદ આજે જૂનનાં રોજ અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર ધમકી મળી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરાયું છે. આઈએસએફની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ છ મહિનામાં ત્રીજીવાર છે જ્યારે અમદાવાદ એરપોર્ટને બોમ્બથઈ ઉડાવાની ધમકી મળી છે.


આ અગાઉ તારીખ 18 જૂનનાં રોજ એરપોર્ટ પર એક બોમ્બ છે બ્લાસ્ટ થઈ જશે તેવો ધમકીભર્યો ઈ મેઈલ મળ્યો હતો. દોઢ મહિના પહેલાં તારીખ 12 મે’નાં રોજ પણ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. દર 10-15 દિવસે ઈ મેઈલ દ્વારા દેશના વિવિધ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. તપાસના અંતે ધમકી ખોટી સાબિત થઈ રહી છે. પરંતુ સુરક્ષા તંત્ર ધમકીને અવગણી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application