Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Ahmedabad accident case : પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર: તથ્યનું લાઇસન્સ આજીવન રદ

  • August 10, 2023 

કોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી. અમદાવાદમાં ૧૯ જુલાઈની મધરાતે જેગુઆર કારથી નવને કચડી મારનાર તથ્યને જેલ મેન્યુઅલ પ્રમાણે બે ટાઇમ ઘરનું જમવાનું મળશે. તથ્ય પટેલની માગણીઓ પર સરકારનો જવાબ રજૂ કરાયો હતો.અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે, જ્યારે અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ આજીવન રદ કરવામાં આવ્યું હતું.



તા.૭મી ઓગસ્ટની સુનાવણીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા ૧૬૪નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ કરી હતી. આ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય ૨૦ વર્ષનો હોવાથી તેને ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી.



ચાર્જશીટમાં અકસ્માત બાદ કરાયેલા જુદા-જુદા રિપોર્ટ્સનો સમાવેશ થાય છે. મોટા ભાગના રિપોર્ટ એફએસએલ સંલગ્ન છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે ટેક્નિકલ રિપોર્ટ બરાબર છે તેમ જ અકસ્માત માનવ ભૂલને લઈને થયો છે, જેમ કે અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાયું હતું, જેના તારણમાં જણાવાયુ છે કે કર્ણાવતી ક્લબથી રાજપથ કલબ તરફ જવાના ઇસ્કોન બ્રિજ ઉપર જેગુઆર ગાડીમાં ડ્રાઇવર સીટથી બનાવની જગ્યાનું અંતર ૨૪૫ મીટર જેટલું છે, જે જોઈ શકાતું હતું.




જેગુઆર ગાડીની હેડલાઈટ લો બીમની સ્થિતિમાં જોતાં આશરે ૬૬ મીટરના અંતર સુધી પ્રકાશ ફેલાતો હતો. જ્યારે હાઇ બીમની સ્થિતિમાં ૮૭ મીટર સુધી પ્રકાશ ફેલાતો હતો. જેગુઆર કંપની પાસેથી ગાડીના સ્પેસિફિકેશનની વિગતો મગાવાઈ હતી. અકસ્માત બાદ ગાડીને આરટીઓ દ્વારા ચેક કરાઈ હતી, જેમાં બ્રેક પણ બરોબર હતી. ઓથોરિટીએ અકસ્માતના સ્થળે સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાનો પણ રિપોર્ટ આપ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તથ્ય પટેલનો કરાયેલો વીઝન ટેસ્ટ પણ બરોબર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News