Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા

  • May 09, 2024 

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ શહેર માં વધી રહેલું તાપમાન મુખ્ય જવાબદાર છે. આ કેસોમાં મેલેરિયાના 223, ડેન્ગ્યુના83 અને ચિકનગુનિયાના છ કેસ સહિત વાઇરલ કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. લોકોના આરોગ્ય પર કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પાણીજન્ય રોગચચાળો બેકાબૂ બની રહ્યો છે. ઝાડા ઉલ્ટીના1,366 તથા કોલેરના 18 કેસ નોંધાયા છે.


વટવા અને અમરાઇવાડી, દાણીલીમડાની સાથે મણિનગર, લાંભાની જોડે વસ્ત્રાલમાંકોલેરાના કેસ મહિનામાં નોંધાયા છે. પાણીના સેમ્પલ પૈકી 134 સેમ્પલયુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે. અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમા છેલ્લા એક મહિનામાં 60થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડર છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો પણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. એએમસીએ સૂચના આપી હતી કે યુએચસી અને પીએચસી ખાતે ગરમીના લીધે આવતા દર્દીઓ અંગે ખાસ સૂચના અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application