અમદાવાદ રાજકોટના ૨૦૧ કિ.મીના રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આવતા બાવળા-બગોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-અ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭) નું છ માર્ગીયકરણ રૂ.૧પ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું જેનું લોકાર્પણ માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના ચાર મહાનગરો પૈકી અમદાવાદ અને રાજકોટને જોડતા ૨૦૧ કિ.મી રોડને ચાર માર્ગીયમાથી હવે છ માર્ગીય બનાવવામાં આવ્યો છે. આ રૂટ પર ૧૧ ફલાયઓવર, ૭ મોટા બ્રીજ અને ૬૨ જેટલા નાના બ્રીજ તથા ૧૦૧ કિ.મીનો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક ઓવરબ્રિજ પૈકી બાવળા તાલુકાના ભામસરા ખાતે ૧૫ કરોડના ખર્ચે નિર્મિત પ્રથમ અંડરપાસ બ્રીજ બનવાથી અવરજવરની સુવિધાઓ વધશે સાથે સલામતી,સમય તથા ઈંધણનો બચાવ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application