આર્મીના નિવૃત અધિકારીની ઓળખ આપનાર એક શંકાસ્પદ યુવકને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઉત્તરપ્રદેશના અલીગઢમાં રહેતા મુસ્લિમ યુવકે હિંદુ વ્યક્તિનું નામ ધારણ કરીને બનાવટી આધારકાર્ડ તૈયાર કર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદ રેલવે પોલીસનો સ્ટાફ ગત ૫મી સપ્ટેમ્બરના રોજ ચોરીના કેસની તપાસમાં હતો ત્યારે એક યુવકની હરકત શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકીને પુછપરછ કરી હતી.
તેણે પોતાનું નામ હર્ષિત ચૌધરી (રહે.અજીતનગર, જિ. ભરતપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. સાથેસાથે તેણે પોતાની ઓળખ આર્મીના નિવૃત જવાન તરીકે આપી હતી. જોકે પોલીસને આધાર કાર્ડ પર શંકા જતા તેનો સામાન તપાસવામાં આવ્યો હતો. જેમાં તેની પાસેથી તેનું અસલી આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં તેનુ સાચુ નામ મોહંમદ મુસ્તાકઅલી (રહે.મૌલાના આઝાદનગર, અલીગઢ) હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યુ હતું કે આર્મીના નામે લોકો વિશ્વાસ કરે તે માટે હર્ષિત ચૌધરીનું નામ ધારણ કરીને નકલી આધાર કાર્ડ તૈયાર કર્યું હતું. રેલવે પોલીસે તેની શંકાસ્પદ હરકતના અનુસંધાનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application