Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ પોલીસ અને AMC આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે

  • March 21, 2024 

ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં હવે દિવસે ને દિવસે મુંબઈ-દિલ્લી જેવી સ્થિતિ બનતી જાય છે. અહીં ધંધા-રોજગાર માટે રોજ સંખ્યાબંધ લોકો બહારથી અવરજવર કરતા થયા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે આશયથી ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  હવેથી પોલીસ અને પાલિકા બન્ને રાખશે તમારી હરકતો પર નજર. AI એટલેકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે.


એટલું જ નહીં બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર પણ તમારી બધી હરકત તમારી દરેક મૂવમેન્ટ પર વોચ રાખશે. શહેરમાં જગ્યા જગ્યાએ લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાની મદદથી આ વોચ રાખવામાં આવશે. હવે અમદાવાદ મ્યુનિ.દ્વારા ત્રીસથી વધુ બાબત માટે ઈ-મેમો અપાશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારનું સોફટવેર તૈયાર કરવામાં આવ્યુ છે.પાંચ હજારથી વધુ સી.સી.ટી.વી.કેમેરાની મદદથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મળી ત્રીસથી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે.આગામી બે મહિનામાં અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.


અમદાવાદમાં હવે ટ્રાફિક કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ નિયમની અવગણના કરવી આવનારા સમયમાં લોકો માટે ભારે પડી જશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલીસી.સી.ટી.વી.કેમેરાને કંટ્રોલરુમ સાથે જોડી દેવામાં આવશે.જેથી નિયમનો ભંગ કરનારા પકડાઈ જશે.નિયમભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈ-મેમો આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News