Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ મ્યુનિ.એ 282 કોમર્શિયલ એકમોને ફટકારી નોટિસ

  • July 29, 2021 

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગને કાબુમાં લેવા મ્યુનિ.એ કુલ 368 એકમોની તપાસ કરી જેમાંથી 282 એકમોને નોટિસ ફટકારી હતી. મચ્છરના બ્રિડીંગ મળવાથી ઓઢવના બે એકમો પાસેથી એકમ દીઠ રુપિયા પચાસ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. કુલ રૂપિયા 6 લાખથી પણ વધુની રકમ કોમર્શિયલ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે વસુલવામાં આવી હતી.

 

 

 

 

મળતી માહીતી મુજબ, મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં લેવાની કામગીરીના ભાગરૂપે હેલ્થ વિભાગે શહેરમાં વિવિધ કોમર્શિયલ એકમોમાં તપાસ કરી હતી. ઓઢવમાં આવેલા એ.આઈ.એન્જિનિયરીંગ તેમજ મેટસો આઉટોટેકમાં મચ્છરના બ્રિડીંગ મળતા વહીવટી ચાર્જ વસુલાયો હતો. ગોતાની રેનીસન્સ હોટલને બ્રિડીંગ મળી આવતા રુપિયા 30 હજાર, થલતેજના રીલાયન્સ માર્ટ, રૂપિયા 20 હજાર, ગાલા એમ્પારીયા પાસેથી રૂપિયા 25 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

 

 

 

 

જોધપુરના ઈસુઝી વર્કશોપ પાસેથી રૂપિયા 25 હજાર તથા જમાલપુરના પી એન્ડ આર ગ્રુપ તથા થલતેજના રીલાયન્સ માર્ટ પાસેથી એકમ દીઠ રૂપિયા 25 હજારનો વહીવટી ચાર્જ વસુલાયો હતો. આ સિવાયના એકમો પાસેથી રૂપિયા 15 હજારથી રૂપિયા 3500 સુધીનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application