એરપોર્ટ ઓથોરિટીની આંખમાં ધૂળ નાખીને લાખોના સોનાની દાણચોરીમાં એક કેરિયર સહિત પાંચની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે દાણચોરોએ સોનામાં કેમિકીલ ભેળવીને પાવડરના સ્વરૂપે મંગાવ્યું હતું. દુબઈ શારજહાથી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં સોનું ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દુબઈ શાહજહાંથી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહેલા એક કેરિયર તેમજ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. કોણ છે આ ગેરકાયદેસર સોનાની હેરાફેરી કરતા આરોપીઓ અને કઈ રીતે સોનામાં કેમિકલ નાખીને પાવડર અને પેસ્ટના સ્વરૂપે સોનું દુબઈથી અમદાવાદ લાવવામાં આવતું હતું. આમ તો દુબઈમાં સોનું સસ્તુ હોવાથી અમુક લોકો દુબઈથી ભારતમાં સોનું લઈ આવતા હોય છે.
પરંતુ હવે જાણે કે દુબઈથી ભારતમાં સોનું લઈ આવવાનો એક કાળો કારોબારો શરૂ થઈ ગયો છે જેમાં સરકકાર ને મોટા પ્રમાણ માં નુકશાની પણ થઈ રહી છે હોય. ભારત માંથી ખાસ લોકોને કેરિયર તરીકે દુબઈ મોકલી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આવા કેરિયારોની અનેક વખત મોટા પ્રમાણમાં સોનાની હેરાફેરી સાથે ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવાજ એક કેરિયર ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેરિયર તરીકે કામ કરી રહેલા અને દુબઈ શારજાહથી સોનું લઇ ને અમદાવાદ પહોંચેલા આશિષ કુકડિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરી છે તો સાથે જ સોનું મંગાવનાર અનંત શાહ અને તેના ત્રણ સાગરીત કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈની પણ શાહીબાગના દફનાળા પાસેથી વોચ ગોઠવીને ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેરિયર તરીકે કામ કરી રહેલા આશિષ કુકડીયાની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આશિષ કુકડીયા મૂળ જુનાગઢમાં રહે છે અને બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે.
આશિષ કુકડીયા મિસ્ત્રી કામ કરે છે. આશિષ કુકડીયા મિસ્ત્રી કામની શોધમાં દુબઈ ગયો હતો જ્યાં તેને દુબઈના રામજીભાઈ સાથે સંપર્ક થયો હતો. રામજીભાઈ એ તેનો સંપર્ક અમદાવાદના સોની અનંત શાહ સાથે કરાવ્યો હતો અને કેરિયર તરીકે કામ કરવા જણાવ્યું હતું. જે બાદ અનંત શાહ દ્વારા આશિષ કુકડીયા ને આ સોનુ લાવવા માટે જવું હતું. જેમાં સોનુ અમદાવાદ સુધી લાવવા માટે 9 હજાર રૂપિયા અને દુબઇ પરત આવવા માટે ની ટિકિટ કરી આપવાનું નક્કી થયું. સાથે જ આ સોનુ લાવવા માટે દુબાઈમાં રામજી ભાઈ એ 701 ગ્રામ સોનામાં ખાસ પ્રકારનું કેમિકલ ભેળી આપ્યું હતું અને તેને પેસ્ટ અને પાવડર ફ્રોમેટમાં રૂપાંતર કરી આપીને કપડામાં છુપાવીને આપ્યું હતું કેરિયરને જણાવ્યું હતું કે જો પોલીસમાં પકડાશે તો તેને છોડાવી પણ આપશે આ વાતમાં સહમત થતા કેરિયર તરીકે કામ કરવા આશિષ કુકડીયા સહમત થયો હતો.
ત્યારે ગઈ રાત્રે આશિષ કુકડીયા દુબઈથી પરત આવી રહ્યો હતો. ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ બાતમીના આધારે ઝડપી પડ્યો છે. જ્યારે કેરિયર આશિષ કુકડીયાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ મળી આવ્યા હતા જેમાં કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈનો સમાવેશ થઇ રહ્યો છે આ ત્રણ આરોપીએ અનંત શાહના વોચર અને રીસીવર તરીકે કામ કરતા હતા એટલે કે દુબઇ થી જ્યારે કેરિયર સોનુ લઇને આવે છે. તેની પાર વોચ રાખવા માટે ખાસ એ તે આરોપોર્ટ પર કોઈ પણ કેરિયર આવે ત્યારે જતા હોય છે કેમ કે ઘણા કિસ્સામાં કેરિયર સોનુ લઇને ફરાર પણ થઇ જતા હોય છે ત્યારે અનંત શાહનું પૂછપરછ માં સામે આવ્યું છે કે અગાઉ તે 10થી 15 વખત દુબઈ સોનું આ રીતે લાવી ચુક્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની દ્વારા સોની અનંત શાહની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે અનંત શાહ અમદાવાદમાં સોનું અને જમીન લે વેચ નું કામકાજ કરે છે અને તે અનેક વખત દુબઈથી રામજીભાઈ પાસેથી સોનુ કેરિયર મારફત મંગાવી ચૂક્યો છે.
અનંત શાહ જ્યારે એરપોર્ટ પર કેરિયર પાસે થી સોનુ મંગાવતો ત્યારે ત્યારે રિસીવ કરવા જતા વોચર રાખતો જે વોચરો કેરિયર સોનુ લઈને ભાગી ન જાય અને તો એરપોર્ટ પર કસ્ટમ, પોલીસ કે અન્ય કોઈ એજન્સીઓ તેને પકડી ન લે તેનું ધ્યાન રાખવા ત્રણથી ચાર માણસો ને અલગ અલગ જગ્યા પર વોચમાં રાખાવતો હતો. મુખ્ય આરોપી અનંત શાહ સિવાય અનંત શાહના ભાડુઆતી માણસો તરીકે રાખેલા કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈની પણ ધરપકડ કરી છે. અનંત શાહ આ માણસોને 5000 રૂપિયા આપી એરપોર્ટ પર વોચ રાખવા માટે સાથે લઈ આવતો હોવાનો ખુલાસો પણ થયો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દુબઈ બેઠેલા રામજીભાઈ નામનો વ્યક્તિ અમદાવાદથી આવેલા કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાવડર ના સ્વરૂપમાં સોનું આપતો હતો.
કેમિકલયુક્ત પેસ્ટ કે પાવડર સ્વરૂપ આવેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ થતું નથી જેથી તેને મેડિકલ ના ઉપયોગમાં લેવાતી સર્જીકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી ત્યાર બાદ અહીંયા સોનુ લાવ્યા બાદ તેને આગ ની ભઠ્ઠી માં તપાવીને કેમિકલ અલગ કરી ને સોનુ મેળવી લઇ ને બજાર ભાવે વેચી દેતો હતો. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેરિયર આશિષ કુકડીયા, મુખ્ય સોની આનંદ શાહ તેમજ તેના ત્રણ સાગરીતો ની ધરપકડ કરી તેમની પાસેથી પાવડર સ્વરૂપમાં 701.41 ગ્રામ એટલે કે 48 લાખથી વધુની કિંમતનું સોનુ તેમજ મોબાઈલ, કાર સહિત 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અગાઉ ખરેખર કેટલી વખત સોનાની દાણચોરી કરવામાં આવી છે અને કેરિયર દ્વારા અન્ય કોઈ વ્યક્તિ સાથે મળીને દુબઈ થી સોનું અમદાવાદ લાવવામાં આવ્યું છે કે કેમ સહિતના તમામ મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application