Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એસ.જી.હાઇવે માથે લેનાર છ યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

  • August 26, 2024 

સોશિયલ મીડિયામાં એસ.જી.હાઇવે પરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 10 જેટલા નબીરાઓએ એસયુવી અને લક્ઝરી કાર ચલાવીને રસ્તો બાનમાં લીધો હતો. જેના આધારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે કારના રજીસ્ટ્રેશન નંબર અને વિડીયોને આધારે રવિવારે છ યુવકોની ધરપકડ કરીને ત્રણ કાર જપ્ત કરી હતી. વસ્ત્રાલમાં રહેતા એક યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે તેના મિત્રોએ હાઇવે પર કાર લઇ જઇને બાનમાં લીધો હતો. શનિવારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એસ.જી.હાઇવે પર 10 જેટલા નબીરાઓ લક્ઝરી અને એસયુવી કારને બેદરકારી પૂર્વક ચલાવતા હતા અને હાઇવેને બાનમાં લીધો હતો.


જે વિડીયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓેએ તપાસના આદેશ આપતા કાર રજીસ્ટ્રેશનને આધારે કારના માલિકો અંગે માહિતી મેળવીને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે રવિવારે છ યુવકોને ત્રણ કાર સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વસ્ત્રાલમાં રહેતા મનીષ ગોસ્વામી નામના યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે ગત તારીખ ૧૮મી ઓગસ્ટના રોજ તેના મિત્રોએ વિવિધ કારને સાથે રાખીને હાઇવે પર સ્ટંટ કર્યા હતા.


પુછપરછમાં ઝડપાયેલા યુવકોના નામ મેક્ષ પટેલ (રહે.શ્લોક એેલેન્ઝા, ગોતા), પ્રિમત સેમરિયા (રહે.તીર્થ રેસીડેન્સી, કડી), ગોવિંદસિંહ ચૌહાણ (રહે.કર્મભૂમિ સોસાયટી,ન્યુ આરટીઓ રોડ, રામોલ), મિતેષગીરી ગોસ્વામી (રહે.શીવશંકર સોસાયટી, ગોતા), આશીષ પ્રજાપતિ (રહે.શુકન એપાર્ટમેન્ટ,  રાણીપ) અને ઇશ્વર રાઠોડ (રહે.હરીજી પાર્ક, વસ્ત્રાલ) હોવાનુ જાણવા મળ્યું હતું. એસ.જી.હાઇવે-૨ પોલીસે આ અંગે અન્ય કાર જપ્ત કરવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓે વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનોની બેદરકારીની નોંધ લીધી છે. પોલીસની નજર સામેથી નબીરાઓએ રોડને બાનમાં લીધો હતો. તેમ છતાંય, કોઇ કાર્યવાહી કરી નહોતી. જે બાબતે વિડીયોમાં દેખાતા સ્ટાફ સામે જરૂરી પગલા ભરવા માટે સુચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application