દક્ષિણ ગુજરાતની છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સતત વરસી રહ્યા છે જેમાં ગઈકાલ બપોર બાદ મેઘરાજાએ રોદ્રસ્વરૂપ ધારણ કયું હોય તેમ સુરત શહેર જિલ્લામાં ભારે ધબધબાટી બોલાવી રહ્યા છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણીભરાયા છે. મેઘરાજાએ આજે સવારે પણ તેની તોફાની બેટીંગ યથાવત રાખી તેજ પવન સાથે ધોધમાર પડવાનુ ચાલુ રાખતા ઓલપાડના કરંજ ગામે આહિરવાડમાં દિવાલ પડી જવાનને કારણે પતિ-પત્નીનું મોત થયું હતું આ ઉપરાંત કંરજ ગામ, મંદરોઈ દેલાડગામ, એરથાણમાં પણ અનેક મકાનોને ભારે નુકશાન થયું હતુ.
આર્થિક સહાય ચુકવવા દર્શન નાયકની જિલ્લા કલેકટરને રજુઆત
ભારે વરસાદને કારણે અઓલપાડ તાલુકાના કરંજગામે દિવાલ તુટી પડતા મૃત્યુ પામેલા આહિર દમ્પતિના પરિવારજનોને આર્થિક સહાય ચુકવવાની સાથે જિલ્લામાં આવેલા જર્જરિત આવાસોનો સર્વે કરી પુનઃ નિર્માણ કરવાની માંગણી સાથે સહકારી અને ખેડુત આગેવાન દર્શન નાયકે જિલ્લા કલેકટરને રજુ્આત કરી છે.
જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજુઆતમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે , સુરત જિલ્લાના ગામડામાં ગરીબ અને આદિવાસી લોકો સરકારી આવાસમાં વસવાટ કરે છે. આ આવાસો ઘણા સમય પુર્વ બનાવેલા હોવાને કારણે જર્જરિત થઈ ગયા છે આવાસો જર્જરિત થઈ પડીને ધરાશાયી થવાને કારણે થોડા મહિનાઓ અગાઉ ઓલપાડના દેલાડ અને એરથાણ ગામે આદિવાસી સમાજના વ્યકિતઓના મુત્યુ નિપજ્યા હતા. અને અન્ય વ્યકિતઓને ગંભીર ઇજા પહોચી હતી.
ગઈકાલે રાત્રે પણ ઓલપાડના કરંજ ગામે સરકારી જર્જરિત આવાસ પ઼ડવાને કારણે અકસ્માત સર્જાતા આહિર સમાજના બે વ્યકિતના મુત્યુ નિપજ્યા છે વધુમાં દર્શન નાયકે જણાવ્યુ હતુ કે સરકારી અને વહવટી તંત્રમાં જર્જરિત આવસોને પુનઃ નિર્માણ કરાવવા અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર અને અસરકારક પગલા ભરવામાં આવ્યા નથી જેનો ભોગ આજે સુરત જિલ્લાના ગરીબ અને આદિવાસી સમાજના લોકો બની રહ્યા છે જેથી સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ જર્જરિત આવાસોને સર્વે કરાવી પુનઃનિર્માણ કરાવામાં આવે અને જે લોકો આવા જર્જરિત આવાસમાં વસવાટ કરે છે તેમને ત્યાંથી ખસેડી યોગ્ય સુરક્ષિત જગ્યાએ વસવાટ કરવાની સગવડ કરવામાં આવે તથા જે વ્યકિતઓના જર્જરિત આવાસ પડવાથી અકસ્માત તથા મુત્યુ થયા છે તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવી તેવી રજુઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500