અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર બહાર ગામથી આવતા જતા પેસેન્જરોના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. તેવામાં મુંબઇના દંપતિની બેગમાંથી રોકડા તથા દાગીના સહિત કુલ રૂપિયા 1.20 લાખની ચોરી થઇ હતી. બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, મુંબઇ અંધેરી ખાતે રહેતા નવીનભાઇ હરજીભાઇ રાઠોડે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે અજાણી વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધાવ્યો છે કે, તેઓ અને તેમની પત્ની તા.18 એપ્રિલના રોજ અમદાવાદથી મુંબઇ જતા હતા ટ્રેનમાં બેસવા આવ્યા તે પહેલા દંપતિ રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશને આવ્યા હતા.
ત્યારબાદમાં ટ્રેનની વાર હોવાથી થોડો સમય ટિકિટ બારી સામે આરામ કરતા હતા જોકે ટ્રેનનો સમય થતાં સાંજે પ્લેટફોર્મ ઉપર ગયા હતા ત્યાં ગયા બાદ ખબર પડી કે, તેમની બેગની ચેઇન ખુલ્લી હતી બેગમાં તપાસ કરતાં સોના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 1.22 ની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application