અમદાવાદનાં સરદારનગરમાં રહેતી એક મહિલાએ મણિનગરમાં રહેતા યોગેશ નામના યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેણે સગીર દીકરીને ફસાવીને મણિનગરની હોટલ અને સરદારનગર સ્થિત સગીરાના ઘરે શારિરીક સંબધ બાંધીને સગીરાના અંગત ફોટો પાડયા હતા. ત્યારબાદ સગીરાએ વાત કરવાની ના પાડતા યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, સરદારનગરમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે ગત નવેમ્બર 2020માં યોગેશ નામના યુવકે મિત્રતા કરી હતી.
ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબધ બાંધીને મણિનગરમાં આવેલી હોટલ અને સગીરાના ઘરે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું એટલુ જ તેણે તેના અંગત ફોટો પણ પાડયા હતા. જયારે સગીરાએ સંબધ કાપી નાખતા તેણે ધમકી આપી હતી કે, સગીરાના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરી દેશે અને સતત તેના ઘરની આસપાસના આંટાફેરા કરીને હેરાન કરવા લાગ્યો હતો. જે અંગેની જાણ સગીરાની માતાને થતા તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application