Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : કોમ્પ્લેક્ષનાં પાર્કિંગ માંથી રૂપિયા 9 લાખની ઈનોવા ક્રિસ્ટા કાર ચોરી થતાં ફરિયાદ

  • May 09, 2022 

અમદાવાદનાં બોડકદેવના સૂરધારા સર્કલ પાસે શ્રી રત્ન કોમ્પ્લેક્ષના પાર્કિંગ માંથી રૂપિયા 9 લાખની ઈનોવા ક્રિસ્ટા કાર લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સોલા પોલીસે રવિવારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, સોલા ભાગવત ચાર રસ્તા પાસે સાંઈબાબા મંદિર પાસે ઉત્સવ બંગલોમાં રહેતાં શૈલેષકુમાર બળદેવભાઈ પટેલ નિકુલ ટ્રાવેલ્સના સર્વિસના નામે સૂરધારા સર્કલ પાસે શ્રી રત્ન કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવે છે.



જોકે શૈલેષભાઈની 2017 મોડેલની ઈનોવા કાર રૂપિયા 9 લાખની ગત તા.3 મેના રોજ ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરી હતી. જયારે બીજા દિવસે સવારે જોયું તો ગાડી પાર્કિંગમાં જોવા મળી ન હતી અને કારના ઓરીજીનલ આરસી બુક સહિતના ડોકયુમેન્ટ અંદર પડ્યા હતા. બનાવ અંગે શૈલેષભાઈએ સોલા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News