કોરોનાને કાબુમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ અને મુખ્ય માર્ગો પર ટેસ્ટિંગ તો વધારી જ દેવાયું છે અને લોકો એકત્ર ન થાય તે માટે કોર્પોરેશન વિસ્તારનાં કુલ 8 સ્થળો પર રાત્રે 10 વાગ્યાથી તમામ ધંધાકિય એકમો બંધ રહેશે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોની ઓળખ કરીને નિર્ણય લેવાયો છે.
કોરોનાનાં કેસો વધવા અને યુવાનો રાત્રી બજારનાં નામે એકત્ર થતા હોય તેવા વિસ્તારોની ઓળખ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જોધપુર (સાઉથ બોપલ સહિત), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાત્રે 10 વાગ્યા બાદ કોઇ પણ ધંધાકીય એકમ શરૂ નહી રાખી શકાય.
આ અંગે પોલીસ વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોટ વિસ્તારમાં રહેલી ખાણીપીણીની તમામ બજારો પણ બંધ કરાવવા માટે આદેશ આપ્યો છે. હાલ લોકો ઇચ્છે ત્યાં ફરી શકે છે પરંતુ ઉપરોક્ત વોર્ડમાં રાત્રીનાં 10 વાગ્યા બાદ કોઇપણ ધંધાકીય એકમ શરૂ નહી રહી શકે. જેમાં રેસ્ટોરન્ટ, મોલ, શોરૂમ, ટી સ્ટોલ, ફરસાણ અને નાસ્તાની દુકાનો, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલુન, સ્પા, જીમ ક્લબ વગેરે એકમો રાત્રીનાં 10 વાગ્યા બાદ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં જે વિસ્તારો બંધ કરવા માટેનો આદેશ અપાય છે તેમાં માત્ર અને માત્ર પશ્ચિમનાં જ તમામ વિસ્તારો છે. પૂર્વનો માત્ર એક મણિનગર વિસ્તારનો જ સમાવેશ કરાયો છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500