Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : ગોડાઉનમાંથી 73 લાખના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા

  • August 10, 2021 

અમદાવાદમાં કણભા પોલીસે બાકરોલના રૂદ્ર ઈન્ડસ્ટ્રીયલ ફાર્મના એક ગોડાઉનમાં પોલીસે રેઇડ પાડી પોણો કરોડનો દારૂ ભરેલું ગોડાઉન પકડી પાડ્યું હતું. અમદાવાદમાં વેચવા માટે લવાયેલા દારૂના જથ્થા સાથે રાજસ્થાનના 3 શખ્સો પકડાયા હતા અને અમદાવાદનો હરીશ સાગર અને રાજસ્થાનનો રોહીત મારવાડી નામના બુટલેગર સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કણભા પોલીસે નાઈટ પેટ્રોલિંગ હતી તે દરમિયાન જોયું હતું કે, બાકરોલના રૂદ્ર ઈન્ડસ્ટ્રીયલ ફાર્મના ગોડાઉન નંબર જી-58માં રાતના સમયે રિક્ષા અને છોટા હાથી જેવા વાહનોની સતત અવરજવર રહે છે. આ ગોડાઉનમાં ફિનાઈલ ભરવામાં આવતું હોવાનું હજુ તો 15 દિવસ પહેલાં પોલીસે વેરીફિકેશન કર્યું હતું. ફિનાઈલ ભરવાનો અને લઈ જવાનો વ્યવસાય તો દિવસના સમયે ચાલતો હોય છે તો પછી રાતના સમયે વાહનોની અવરજવર કેમ થઈ રહી છે. ઓટો રિક્ષા અને છોટા હાથી જેવા વાહન ગોડાઉનમાં જાય પછી શટર બંધ કરી દેવામાં આવે અને નિશ્ચિત સમય પછી બહાર આવી સીધા નીકળી જ જાય છે આવું જોતા પોલીસને શંકા થતા પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ગોડાઉનમાંથી દારૂની 1571 પેટી તેમજ બિયરની 131 પેટી મળી આવી હતી આમ પોલીસે કુલ  રૂપિયા 73 લાખની કિંમતનો દારૂ-બિયર ઉપરાંત 1 મિની ટ્રક અને 1 સેવરોલેટ કાર મળી કુલ રૂપિયા 78.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉનમાંથી મનોહર પવાર, સુનિલ બિશ્નોઈ અને પ્રદિપ બિશ્નોઈ ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

 

 

અમદાવાદ ગ્રામ્ય ડીવાય.એસ.પી. અને ટીમે કરેલી તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, કાસુંદ્રાના રહીશ મહાદેવભાઈ સોલંકીનું આ ગોડાઉન ઓઢવમાં રહેતા હરીશ રામલાલ સાગરે 8 મહિનાથી 22000/- રૂપિયાના ભાડેથી રાખ્યું હતું જેમાં સાડા સાત મહિના સુધી ફિનાઈલનો ધંધો કર્યા પછી 15 દિવસથી અમદાવાદમાં વેચવા લઈ જવા માટે દારૂનું કટિંગ ગોડાઉનમાં શરૂ કર્યું હતું અને દારૂની બોટલો ફિનાઈલ જેવા બોક્સમાં અલગથી ભરીને લઈ જવામાં આવતી હતી. અમદાવાદના હરીશ રામલાલ સાગર (મારવાડી) ઉપરાંત રાજસ્થાનના બુટલેગર રોહીત મારવાડી અને એક મિની ટ્રકના ડ્રાઈવરને વોન્ડેટ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application