મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલા મનાલી એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતી ગંભીરે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.22મી એપ્રિલના રોજ બપોરના સમયે તે સાબરમતી રામનગર ખાતે ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાંથી તે રાતના સાડા નવ વાગે પરત આવ્યા ત્યારે જોયુ તો ઘરનો મુખ્ય દરવાજો તુટેલો હતો અને બેડરૂમની તિજોરીમાંથી રોકડ રૂપિયા 5.30 લાખ અને 30 હજારની કિંમતના સોનાના દાગીના મળીને કુલ રૂપિયા 5.60 લાખની ચોરી થઈ હતી.
જોકે આ બનાવ બાદ તે ડરી ગયા હતા અને તેઓ ગુડગાવ તેમના ભાઇના ઘરે ગયા હતા અને સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી. જેથી તેમના ભાઇ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા જ્યોતી ગભીરે ગુરૂવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application