દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ઝધડીયા તાલુકા પંચાયત ખાતે સફાઇ અભિયાન યોજાયું હતું. પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે લોકો પોતાના ઘરની સાફ-સફાઇ અને રંગરોગાન કરતા હોય છે.
એવી જ રીતે આજે ઝધડીયા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓએ પોતાની ઓફિસ, ટેબલ-ખુરશી અને સરકારી દસ્તાવેજો-કાગળો રાખવાના કબાટની સફાઇ કરી રેકોર્ડનું વર્ગીકરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝધડીયા તાલુકા પંચાયત કચેરીમાં બે દિવસથી રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવતા આવકના દાખલા સહિતના દસ્તાવેજોની ફાઇલો તથા વિવિધ શાખાના કર્મચારીઓએ રેકર્ડ વર્ગીકરણ કરીને દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડી છે. કોઇપણ ફાઇલ સરળતાથી અને ઝડપતી મળી રહે તે માટે વર્ગ અને વર્ષ વાઇઝ ફાઇલોનું વર્ગીકરણ કરીને પોટલા બાંધવામાં આવ્યા છે. જેનાથી કામની ઝડપ પણ વધશે અને ભવિષ્યમાં જરૂરીયાત મુજબની ફાઇલો સરળતાથી મેળવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application