Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

  • October 27, 2023 

આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-૨૦૨૩ એટલે કે આ વર્ષને મિલેટ વર્ષ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે તૃણ ધાન્યો વિશે ખેડૂતોમાં જાગૃતિ કેળવાય, તેની ખેતી તરફ વળે અને નાગરિકો આ ધાન્યનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરતા થાય તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.



ધારાસભ્યના હસ્તે ભરૂચ જિલ્લા ઓર્ગેનિક ફામિંગ માટે GOPCA (ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી) ને નેચરલ ફાર્મિંગના સર્ટિફિકેશન માટે ૧૭૨,૫૭૦ની રકમના ચેકનું વિતરણ કરાયું હતું. અને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ભરૂચ તાલુકાના ખેડૂતોને સોલાર, તારફેન્સીંગ જેવી યોજનાકીય સહાય માટેના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું. ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા કૃષિ મેળામાં ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મિલેટ્સની વધી રહેલી માંગ, ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રોગથી દુર રહેવા માટે તૃણ ધાન્ય પાકોનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવા કહ્યું હતું.




વધુમાં, તેમણે ખેડૂતો તૃણ ધાન્ય તરફ વધુમાં વધુ ભાગીદારી નોંધાવે અને પોતાના વિસ્તારની પરંપરાગત ખેતીને જાળવી રાખે તેવી હાંકલ પણ કરી હતી. ખડૂતો માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરી અનાજની ખરીદી કરી રહી છે માટે એપીએમસી કે એનાં સેન્ટરો પર જ વેચાણ કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ મેળામાં ખેડૂતોને મિલેટ પાકો તથા પ્રાકૃતિક ખેતી અન્વયે તજજ્ઞશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, , પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું પણ યોજાયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application