મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરની મામલતદાર કચેરીમાંથી આધાર કાર્ડ અપડેટ કરી ગામ તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતીને કપચી ભરેલા ડમ્પરનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી ગર્ભવતી પત્ની રોડ પર પટકાતા તેના માંથા પરથી ડમ્પરના વ્હીલ ફરી વળતાઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે તેણીના પતિને નાની મોટી ઈજા થતાં સારવર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ, નંદુરબાર તાલુકાનાં હોળ ઉર્ફે અને તેમની પત્ની કવિતા પ્રકાશ ઠાકરે (ઉ.વ.22)નાંએ શુક્રવારે સવારે 11 વાગ્યાનાં સમયે નંદુરબાર શહેરની મામલતદાર કચેરીમાંથી આધાર કાર્ડ અપડેટ કરી પોતાની બાઈક નંબર MH/39/H/3116 પર સવાર થઈ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શહેર વિસ્તારમાં આવેલી કરણ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતો કપચી ભરેલા ડમ્પર નંબર MH/46/B/9066નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારી અકસ્માત કર્યો હતો.
પરિણામે બાઈક પર સવાર દંપતી રોડ પટકાતા પાછળ બેઠેલી કવિતા બેન ઠાકરેના માંથા ભાગ પરથી ડમ્પરનું વ્હિલ ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે પ્રકાશ ઠાકરેને નાની મોટી ઈજા પહોંચતા એમ્બુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા લાકોએ અકસ્માત સર્જારનાર ચાલકને પકડી પોલીસ મથકમાં લઈ ગયા હતા. પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનેલી મહિલા 9 માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500