Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ISROની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવાની તૈયારીમાં

  • September 27, 2023 

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISRO)ની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે. ISROનાં વડા એસ.સોમનાથે (ISRO Chief S Somnath)જણાવ્યું હતું કે, ISROએ બાહ્ય ગ્રહોના રહસ્યોને જાણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાંથી કેટલાક ગ્રહો પર વાતાવરણ હોવાની માહિતી છે અને આ ગ્રહો માનવીના વસવાટને અનુકૂળ હશે તેવું મનાઈ રહ્યું છે. ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA)ના એક કાર્યક્રમને સંબોધતાં સોમનાથે જણાવ્યું હતું કે, સ્પેસ એજન્સી શુક્ર (venus mission by ISRO)ના અભ્યાસ માટે એક મિશન મોકલવાની અને અંતરિક્ષના ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના બનાવી રહી છે.



તેમણે કહ્યું કે, એક્સપોસેટ અથવા એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (Polarimeter satellite) આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનો છે. આ ઉપગ્રહ એવા તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે લુપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. અમે એક્ઝોવર્લ્ડ નામના ઉપગ્રહ પર પણ વિચારણા કરી રહ્યા છીએ જે સૌરમંડળની બહારના ગ્રહો અને અન્ય તારાઓની પરિક્રમા કરતા ગ્રહોનો અભ્યાસ કરશે.તેમણે કહ્યું કે સૌરમંડળની બહાર 5,000થી વધુ ગ્રહો છે, જેમાંથી ઓછામાં ઓછા 100 પર વાતાવરણ હાજરી હોવાનું મનાય છે. એક્સો વર્લ્ડસ (Exoworlds) મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે.



સોમનાથે કહ્યું કે મંગળ પર અવકાશયાન ઉતારવાની પણ યોજના છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (Council of Scientific and Industrial Research-CSIR)ના 82માં સ્થાપના દિવસની ઉજવણીમાં ISROના વડા સોમનાથે જણાવ્યું હતું કે ભારતમાં રોકેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લગભગ 95 ટકા પાર્ટ્સ  સ્થાનિક સ્તરે નિર્મિત છે. રોકેટ અને સેટેલાઇટના વિકાસ સહિત તમામ ટેકનિકલ કામ દેશમાં જ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application