ઉચ્છલ ખાતે કોંગ્રેસનાં મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ અંતર્ગત એક જાહેર કાર્યક્રમ બીજેપી સરકારના શુસાસન દિન વિરોધમાં યોજાયો હતો, જેમાં કાર્યક્રમ પૂર્ણ થતાની સાથેજ પોલીસ દ્વારા પરેશ ધાનાણી સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પરેશ ધાણાની સહિત કુલ ૧૪ જેટલા કોંગી આગેવાનોની પોલીસે અટક કરી
બીજેપીની રૂપાણી સરકાર દ્વારા પહેલી ઓગસ્ટથી નવ ઓગસ્ટ દરમ્યાન સરકારના પાંચ વર્ષના સફળતા અંગેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની સામે કોંગ્રેસ દ્વારા બીજેપી સરકાર બધી રીતે નિષફળ ગઇ હોવાના આક્ષેપો સાથે વિવિધ કાર્યક્રમો આપી રહી છે, જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિતના કોંગી આગેવાનો દ્વારા ઉચ્છલમાં વિરોધ વ્યક્ત કરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સરકારની વિરુદ્ધ આકરા પ્રહારો બાદ મીડિયાને સંબોધન કરતી વેળા પરેશ ધાનાણી સહિત કુલ ૧૪ જેટલા કોંગી આગેવાનોની પોલીસે અટક કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500