Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ બાદ હવે વન વિભાગના કર્મચારીઓએ પણ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી

  • August 19, 2022 

વન વિભાગના કર્મચારીઓની માંગ છે કે ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછો પગાર વન કર્મચારીઓને ચૂકવવામાં આવે છે જેમાં વન રક્ષક ને રૂપિયા 2800 અને વનપાલને 4200 ગ્રેડ-પે આપવાની માંગ કરવામાં આવી છે વન વિભાગમાં ફરજ બજાવતા ચોકીદારને પણ 1900 રૂપિયા ગ્રેડ-પે આપવામાં આવે છે જ્યારે હાલમાં વન રક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને 1800 રૂપિયા અને વનપાલ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને 2400 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે.




વન વિભાગના કર્મચારીઓની માંગણી છે કે તેઓ 24 કલાક નોકરીમાં બંધાયેલા હોય આટલા ઓછા પગારમાં મોંઘવારીમાં કઈ રીતે ઘરનું ભરણપોષણ કરવું તે પણ સરકાર માટે વિચારવા જેવી બાબત છે રજાના દિવસે નોકરી કરવામાં આવતી હોય છતાં રજાનો પગાર આપવામાં આવતો નથી સમયસર પ્રમોશન આપવામાં આવતા નથી સમયસર ઉચ્ચતર પગાર આપવામાં આવતા નથી સમયસર ખાતાકીય પરીક્ષાઓ પણ લેવામાં આવતી નથી સરકાર સમક્ષ વનકર્મીઓએ માંગ કરી છે કે વનરક્ષકને એક સ્ટાર અને વનપાલને બે સ્ટાર આપવામાં આવે છે આ સ્ટાર મુજબ સૌથી નીચામાં નીચો પગાર અને નીચામાં નીચો ગ્રેડ પે ચૂકવવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application