Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : પાર્ક કરેલ કારની ચોરી થતાં કાર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

  • October 03, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં આંબોલી સહકાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ભંગારના ધંધા સાથે જોડાયેલા સત્તાર જોસેફ મન્સૂરી ગત તારીખ 30મી સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતેના સંબંધીને ત્યાં શુભ પ્રસંગે ગયા હતા. જય જોસેફભાઈ મન્સૂરીએ પોતાની માલિકીની મારુતિ સુઝુકી કંપનીની ઝેન ફોર વ્હીલ ગાડી નંબર GJ/05/AG/3384 પોતાના રહેઠાણ ખાતે પાર્ક કરેલી હતી. ત્યારે જોસેફભાઈ મન્સૂરીના પુત્ર ઓવેશેને પાર્કિગમાં પોતાની ફોર વ્હીલ ગાડી દેખાઈ નહી આવતા મુંબઈ ખાતે ગયેલા પિતા જોસેફભાઈને ઝેન ગાડીની ચોરી થયા અંગેની ફોનથી જાણ કરતા તેઓ મુંબઈ ખાતેથી પરત ફરી જોસેફભાઈએ ચોરી થયા અંગેની કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application