સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડ અને છબરડાને કારણે ચર્ચિત બને છે. થોડાક સમય પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કૌભાંડ થયો હતો જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફરી તે ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા માટે મહત્વના ફેરફારો કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 9મી તારીખથી શરૂ થતી પરીક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા નિયમ પ્રમાણે હવેથી કોલેજની પરીક્ષામાં વોટરમાર્ક સાથે પેપરોનું વિતરણ કરવામાં આવશે તેમજ પ્રશ્નપત્ર ઈ-મેઈલના મધ્યમથી મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હવે યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર લીક જેવા કૌભાંડો નહીં થાય.
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકનો મુદ્દો ખુબ જ ઉછળ્યો હતો અને તેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો પર પણ પ્રશ્નો સર્જાયા હતા જે બાદ હવે આવી ઘટના ફરી ન બને તે માટે આ ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા મહિને 13મી તારીખે લેવાનારી પરીક્ષાના પેપરોની કોપી 12મી તારીખે જ એટલે કે એક દિવસ અગાઉ જ ફરતી થઇ ગઈ હતી અને એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે કેટલીક ખાનગી કોલેજના સંચાલકો દ્વારા રાત્રે જ વિદ્યાર્થીઓ પાસે પેપરો લખવામા આવતા હતા. આ ઘટના બાદ હોબાળો મચ્યો હતો અને તાત્કાલિક આ પેપરોને રદ્દ કરાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500