Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુત્રએ માતાની હત્યા કર્યા બાદ ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ સ્ટેટસ મૂકતાં ચકચાર મચી, પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ હાથ ધરી

  • August 30, 2024 

રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂકતાં ચકચાર મચી ગઇ હતી. ગાંધીગ્રામ-2 પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ જારી રાખી છે. માતા અવાર-નવાર ધમાલ મચાવી, અપશબ્દો બોલી ઝઘડા કરતાં હોવાથી કંટાળીને તેની હત્યા કર્યાનું આરોપી પુત્રએ પોલીસ સમક્ષ રટણ કર્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જયોતિબેન જશવંતગર ગોસાઈ (ઉ.વ.આશરે 48)ની વહેલી સવારે તેમનાં પુત્ર નિલેશે (ઉ.વ.22) બ્લેન્કેટથી ગળેટુંપો દઈ, હત્યા નિપજાવ્યા બાદ પોતાના એક મિત્રને કોલ કરી આ અંગે જાણ કરી હતી.


જેથી નિલેશનાં મિત્રએ 108 અને પોલીસને જાણ કરતાં 108નાં સ્ટાફે સ્થળ પર જઈ જયોતિબેનને મૃત જાહેર કર્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં નિલેશ પોલીસને જણાવ્યું કે, તે દોઢ વર્ષનો હતો ત્યારે માતા પિતાનાં છૂટાછેડા થઈ ગયા હતાં. છૂટાછેડા બાદ તે માતા સાથે રહેતો હતો. પરંતુ માતાની માનસિક હાલત ઠીક ન હોવાથી તેને વૃઘ્ધાશ્રમમાં રખાયા હતાં. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતાં. જેને કારણે તેને કચ્છનાં હોમ ફોર બોયઝમાં મોકલી દેવાયાં હતાં. ત્યારપછી તે પુખ્તવયનો થતાં હોમ ફોર બોયઝમાંથી બહાર આવીને માતાની સાથે રહેવા લાગ્યો હતો.


તેની માતાની માનસિક બીમારીની દવા ઘણાં સમયથી ચાલુ હતી. પરંતુ છેલ્લા એકાદ માસથી તેની માતાએ દવા લેવાનું બંધ કરી દીઘું હતું. જેની આડઅસરરૂપે તેની માતા અવારનવાર ધમાલ મચાવતાં હતાં. અપશબ્દો પણ બોલતાં હતાં. ગઈકાલે રાત્રે ફરીથી ધમાલ મચાવી, ઝઘડો કરતાં આવેશમાં આવી વહેલી સવારે તેની બ્લેન્કેટથી ગળે ટુંપો દઈ હત્યા કરી નાંખી હતી. આ પછી મિત્રને જાણ કરતાં તેનાં મારફત પોલીસને જાણ થઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયોતિબેનની લાશ ફર્શ પરથી મળી આવી હતી. ઠંડે કલેજે માતાની હત્યા કર્યા બાદ આરોપી નિલેશે પોતાનાં ઈન્સ્ટાગ્રામ ઉપર આઈ કિલ્ડ માય મોમ, લોસ માય લાઈફ, સોરી મોમ, ઓમ શાંતિ અને મિસ ટુ મોમ તેવું સેટટસ મૂક્યું હતું. સાથે પોતાનો અને માતાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News