ઐતિહાસિક જીત તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા શપથવિધીને લઈને તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર કે પછી ગાંધીનગરમાં શપથવિધી સમારોહ ગોઠવાય તેવી શક્યતાઓ છે. શપથવિધી સમારોહ 11 કે 12 ડીસેમ્બરે યોજાય તેવી શક્યતાઓ છે.
ભાજપ દ્વારા અત્યારે ચારે તરફ જીતનો માહોલ જોવા મળી રહ્યો છે. જીતની ઉજવણી મનાવવામાં આવી રહી છે ત્યારે ઐતિહાસિત જીત તરફ ભાજપ અત્યારના કાઉન્ટીંગ પ્રમાણે 155 સીટો સાથે આગળ જોવા મળી રહ્યું છે. આ વખતે પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. 32થી વઘુ સભાઓ અને રેલીઓ કરવામાં આવી હતી. સંગઠનની પકડ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સતત જાળવી રાખી હતી. ત્યારે અત્યારે ડબલ એન્જિનની સરકાર ફરીથી બને તેવા સંકેતો રીઝલ્ટ આવતા જોવા મળી રહ્યા છે. જેથી શપથવિધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાને પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી ટેલીફોનિક શુભેચ્છાઓ આપી દીધી છે. આ વખતે મોટો શપથવિધી સમારોહ યોજાય તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મોટી સંખ્યામાં આયોજન થાય તેવી શક્યતા છે. પીએમ મોદી સહીતના મહાનુભાવો આ શપથવિધીમાં હાજર રહે તેવી શક્યતાઓ છે. જેમાં કેન્દ્રીત નેતાઓ તેમજ બીજેપીના તમામ રાજ્યાના સીએમ પણ આ શપથવિધીમાં હાજર રહેશે. દર વખતે ગુજરાતમાં શપથવિધી સમારોહ ભવ્યાતિભવ્ય યોજાતો આવ્યો છે ત્યારે આ વખતે વધુ ભવ્ય રીતે આ ઉજવણી થઈ શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ચૂંટણી લડવામાં આવી હતી જેથી તેઓ આ વખતે જીત બાદ શપથ લેશે. બીજી તરફ સાંજે 6.30 કલાકેટ પીએમ મોદી કમલમ કાર્યાલય ખાતે પહોંચીને સંબોધન પણ કરશે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસનું ખૂબ જ નબળું પરીણામ અત્યાર સુધીનું સામે આવી રહ્યું છે અત્યારના કાઉન્ટિંગ પ્રમાણે કોંગ્રેસને 18 સીટો મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500