Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છુટાછેડા બાદ પત્ની ફરી પતિ સાથે રહેવા ગઇ તો પતિએ દુષ્કર્મ આચર્યું

  • June 11, 2023 

અમરેલી તાલુકાના વેણીવદરમા રહેતી મહિલાએ રાંઢીયાના તેના પુર્વ પતિ અલીનકી શબ્બીરહુસેન નકવી સામે તાલુકા પોલીસમા આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે કે બંને લગ્ન કર્યા બાદ મનમેળ ન રહેતા તારીખ 4/9/2021ના રોજ બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. જો કે ત્યારબાદ પણ તેનો પુર્વ પતિ અવારનવાર સોશ્યલ મિડીયા પર મેસેજ કરી તેને સાથે આવી જવા અને લગ્ન કરવા ભોળવતો હતો.


તેની વાતમા ભેાળવાઇ આ મહિલા ફરી તેની સાથે રહેવા જતી રહી હતી. જો કે બંનેએ બીજી વખત લગ્ન કર્યા ન હતા. આ શખ્સે શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા મહિલાએ સૌપ્રથમ તેના પર વિશ્વાસ આવે અને ફરી લગ્ન કરે પછી જ શરીર સંબંધ બાંધવાનુ કહ્યું હતુ. જો કે આ શખ્સે છુટાછેડા આપેલા હોવા છતા મહિલાની મરજી વિરૂધ્ધ અવારનવાર તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમા આ મહિલાને ફરી પોતાના માવતરે જવુ હોય તેને ઘરે જવા નહી દઇ ગોંધી રાખી મારકુટ કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.


પતિના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધ

મહિલાએ ફરિયાદમા જણાવ્યું હતુ કે આ શખ્સને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધો હતો. જેની જાણ પોતાને થઇ જતા વિરોધ કર્યો હતો. જેથી આ શખ્સે તેના પર અત્યાચાર ગુજારવાનુ શરૂ કર્યુ હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application